/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/Women-in-Army-PTI.jpg)
ભારતીય સૈન્યની લડાયક હરોળોમાં મહિલા જવાનોની હાજરી પણ જોવા મળશે. વિશ્વભરમાં ગણતરીના દેશોમાં જ મહિલા જવાનો લડાયક જવાનની ભૂમિકામાં તૈનાત છે.
સૈન્યના વડા જનરલ બિપીન રાવતે જણાવ્યું હતું કે સૈન્યમાં મહિલા જવાનોને લડાયક હરોળોમાં તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાલમાં આ ક્ષેત્રે માત્ર પુરુષો જ તૈનાત થાય છે. આરંભે મહિલા જવાનને મિલિટરી પોલીસમાં સામેલ કરવામાં આવશે.
સૈન્યમાં લડાયક હરોળમાં મહિલાને સામેલ કરવાના મુદ્દે સૈન્યના વડા આગળ વધી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે આરંભે મિલિટરી પોલીસમાં મહિલા જવાનને સ્થાન આપવામાં આવે. વર્તમાનમાં સૈન્યની તબીબી, કાયદા, શિક્ષણ, સિગ્નલ અને ઇજનેરી પાંખમાં મહિલા જવાનો અને અધિકારીઓ તૈનાત છે. પરંતુ ઓપરેશનલ અને લોજિસ્ટિક પ્રશ્નોને કારણે મહિલાઓને લડાયક ભૂમિકાથી દૂર રાખવામાં આવે છે. પરંતુ સૈન્ય વડાએ જણાવ્યું છે કે તેઓ જવાન તરીકે મહિલાઓની ભરતી માટે તૈયાર છે. સરકાર સાથે આ અંગે વાટાઘાટો ચાલી રહી છે.