ભાલોદના એક ખેતરમાં પાણીની ટાંકીમાંથી અજગરના ૯ બચ્ચાઓ મળ્યાં

New Update
ભાલોદના એક ખેતરમાં પાણીની ટાંકીમાંથી અજગરના ૯ બચ્ચાઓ મળ્યાં

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીક એક ખેતરમાં પાણીની ટાંકીમાં અજગરના ૯ જેટલા બચ્ચા જોવા મળતાં ખેડૂતે વન વિભાગ ને જાણ કરી હતી. ભરૂચના વન અધિકારી આર.બી.પટેલ,ઝઘડીયાના રેન્જ ઓફિસર તડવી અને રાજપારડીના વન અધિકારી મહેશ વસાવાના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને રવિન્દ્ર વસાવા ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ટાંકીમાંથી મળી આવેલા બચ્ચા ૩ થી ૪ ફુટ લંબાઈ ધરાવતા અને એક મહિનાની ઉંમરના છે.

આ અજગરના બચ્ચાઓને પાણી અને ખોરાક ની સગવડ મળે તેવા સલામત વન વિસ્તારમાં છોડી દેવાની તજવીજ વન વિભાગે હાથ ધરી છે.

Latest Stories