/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/20220512/Positive-blood-test-result-for-the-new-rapidly-spreading-Coronavirus-shut.jpg)
ભાવનગર જિલ્લામા આજરોજ ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૪૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, ઘોઘા ખાતે ૨, વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, ઉસરડ ગામ ખાતે ૧, સોનગઢ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા બોરલા ગામ ખાતે ૧, અલંગ ગામ ખાતે ૪, પીપરાળી ગામ ખાતે ૧, વડોદ ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨,૪૭૨ કેસ પૈકી હાલ ૪૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૯૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.