ભાવનગર જીલ્લામાં કોરોનાના આજે વધુ 58 નવા કેસ નોધાયા

New Update
ભાવનગર જીલ્લામાં કોરોનાના આજે વધુ 58 નવા કેસ નોધાયા

ભાવનગર જિલ્લામા આજરોજ ૫૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૩૮૨ પર પહોચી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૭ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૩, રાણીવાડા ગામ ખાતે ૧, ખુટવડા ગામ ખાતે ૧, મોટા જાદરા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામ ખાતે ૧, રતનપર ગામ ખાતે ૧, પાંડેરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, ઘાંઘળી ગામ ખાતે ૩, આંબલા ગામ ખાતે ૧, સોનગઢ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, મણાર ગામ ખાતે ૧ તેમજ ભદ્રાવળ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૫ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૪૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા ૨,૩૮૨ કેસ પૈકી હાલ ૪૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૮૪૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Latest Stories