/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/09162449/maxresdefault-108.jpg)
ભાવનગર રેલવે વર્કશોપના એક વિભાગમાં કેટલાક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. કર્મચારીઓ દ્વારા વિભાગીય કચેરી પાસે આ યુનિટને ૪૮ કલાક બંધ રાખવા અને કર્મચારીઓને રજા આપવા માંગ કરવામાં આવી હતી. પરંતુ અનુકૂળ નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો અને કર્મચારીઓ ગેટ બહાર નીકળી હલ્લાબોલ કર્યો હતો.
ભાવનગર રેલ્વે વિભાગના વર્કશોપ યુનિટમાં દસ જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાથી કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. સુરક્ષાના ભાગરૂપે કર્મચારીઓએ 48 કલાક માટે કચેરી બંધ રાખવા તેમજ કર્મચારીઓને રાજા આપી દેવામાં આવે તેવી માંગ કરી હટી. પરંતુ તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવતા કર્મચારીઓએ કચેરી બહાર જ હોબાળો મચાવ્યો હતો. ભાવનગરપરા વિસ્તરમાં આવેલ સવારી ડબ્બા મરમ્મત વર્ક શોપના એક યુનિટમાં દસથી વધારે કર્મચારીઓને કોરોના સકારાત્મક આવતા બાકીના કર્મચારીઓ દ્વારા યુનિટ 48 કલાક બંધ રાખવા અને સેનેટાઇઝ કરવા તેમજ સાથી કર્મચારીઓને રજા આપવા માંગ કરાઇ હતી. જોકે વિભાગીય વડા અધિકારીને રજુઆત કરી હતી છતાં કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં ન આવતા તમામ કર્મચારીઓ વર્કશોપ બહાર ધરણા પર બેસી ગયા હતા. જે બાદ અધિકારીઓએ દોડી જઇને કર્મચારીઓની માંગને સ્વીકારી યુનિટને બંધ રાખવાનો નિર્ણય લેતાં મામલો થાળે પડયો હતો.