/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/LUT2-1.jpg)
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પણ લૂંટ અને હત્યાના ગુનાઓ રોકાવાનું નામ લેતા નથી. સોમવારે નિલમબાગ વિસ્તારમાં એક આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી પાંચ લાખની મતા લૂંટી લેવામાં આવી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/LUT1-1.jpg)
સ્થાનિક અહેવાલ મુજબ ભાવનગર સ્થિત આર.કે.આંગડિયા પેઢીનો કર્મચારી સોમવારે સાંજે રોકડ લઈને નિલમબાગ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો. આ સમયે બાઈક આવેલા બે અજાણ્યા શખસોએ આંગડિયા પેઢીના કર્મચારી હરદીપસિંહ ચુડાસમા પર ફાયરિંગ કર્યું. ત્યાર બાદ તેની પાસે રહેલી ૫ લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ફાયરિંગ અને લૂંટની ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયો છે. આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત શહેરભરમાં નાકાબંધી પણકરવામાં આવી છે.