ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં નર્સની એક ભૂલના કારણે બાળક પહોંચ્યું સ્મશાનઘાટ

ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં નર્સની એક ભૂલના કારણે બાળક પહોંચ્યું સ્મશાનઘાટ
New Update

ભાવનગરના વલભીપુર તાલુકાના થાપનાથ ગામથી કોળી સમાજનું એક પરિવાર તેમની પુત્રવધુને ડીલીવરી કરવા માટે શહેરની સર ટી હોસ્પિટલ લાવ્યા હતા. પ્રસુતી બાદ બાળક નાજુક હોવાથી બાળકને પીડીયાટ્રિક રૂમમાં રાખવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળકનું મોત થતા બાળકને પરિવારને સોપ્યું અને પરિવાર તેને ઘરે લઇ ગયું હતુ. પણ બાળકની દફન વિધિ સમયે બાળકના પગ પર લગાવેલી ચીઠી જોતા પિતાનું નામ અલગ હતું જેથી પરિવારને કઇ ખોટુ થયુ છે તેમ વિચારી તરત જ પરિવાર પરત હોસ્પિટલ આવ્યું અને બાળક તેમનું નહી હોવાનું કહેતા વિવાદ થયો.

પરિવારનો આક્ષેપ છે કે કોઈ નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મરી ગયેલું બાળક તેમનું નથી હવે વિવાદ વકરતા ડીવાયએસપીને પણ હાજરી આપવી પડી હતી અને પરિવાર તથા હોસ્પિટલ સાથે વાર્તાલાપ પછી નિર્ણય કર્યો છે કે ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જો કે પરિવાર દ્વારા ગઈકાલે નિલમબાગ પોલીસમાં અરજી કરવામાં આવી છે કે તેમનું બાળક બદલાઈ ગયું છે અને ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં વારવાર વિવાદ સર્જાતો રહ્યો છે અને ડોક્ટર નર્સોની બેદરકરીઓ સામે આવી છે ત્યારે હાલ સમગ્ર મામલમાં રોમાંચકતા આવી રહી છે અને મામલો વધુ સસ્પેન્સ બનતો જાય છે હવે સત્ય શું તે ડીએનએ રીપોર્ટ બહાર લાવશે અને આખરે બાળક કોનું તેના પરથી પડદો ઊંચકાશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article