/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17154601/maxresdefault-200.jpg)
ભુજ
તાલુકાના ખાવડાના હોડકો ગામે બન્નીના પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુઓના ખરીદ વેચાણ સહિત દૂધ દોહન અને
ઉટ દોડ સહિતની સ્પર્ધાઓ યોજાઇ રહી છે.
બન્ની પશુ
ઉછેરક માલધારી સંગઠન સંસ્થા દ્વારા માલધારીઓની આજીવિકા ટકાવવા, ઘાસિયા ભૂમિના સંરક્ષણ તેમજ બન્નીની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાના
આદાન-પ્રદાન હેતુ દર વર્ષે પશુમેળો યોજવામાં આવે છે. બન્નીની ભેંસ, કચ્છના ખારાઇ ઊંટ તેમજ કચ્છી-સિંધી અશ્વોને અલગ ઓલાદ
તરીકેની રાષ્ટ્રીય માન્યતા મળી છે. રાજયમંત્રી વાસણ આહિરે જણાવ્યું કે પશુઓની
કરાતી સારસંભાળના પરિણામે પશુઓમાં થતાં 159 પ્રકારના રોગો હવે ઘટીને માત્ર 24 જેટલાં રહ્યા છે કચ્છમાં જેટલી માનવ
વસ્તી છે તેટલા પ્રમાણમાં પશુધન પણ છે. બન્નીમાં પશુપાલન મોટો વ્યવસાય છે
બન્નીની ભેંસ પહેલા 25 થી 30 હજારમાં વેચાતી હવે તેના અઢી ત્રણ લાખ
ઉપજે છે. પશુમેળા થકી ભેંસનું માર્કેટીંગ થઈ રહ્યું છે. બે દિવસીય આયોજનમાં
ગુજરાતભરના પશુપાલકો અહીં આવી પશુઓની ખરીદી કરી પ્રદર્શન નિહાળે છે આ ઉપરાંત અહીં
વિવિધ હરીફાઈ યોજી માલધારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.