ભુજની જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતના મામલે આરોગ્ય વિભાગ હરકતમાં

ભુજની જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતના મામલે આરોગ્ય વિભાગ હરકતમાં
New Update

ભુજમાં અદાણી જૂથ સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલનાં એનઆઈસીયુ વોર્ડમાં નવજાત બાળકોનાં મોત થવાનાં બનાવો વધ્યા છે અને આ ગંભીર મામલે હોસ્પિટલનાં સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાનાં આક્ષેપ શરૂ થયા બાદ જિલ્લા વહીવટી તંત્રે તપાસનાં આદેશ આપ્યા છે. જોકે,

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત બાળકોનાં મોતનો મામલો ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ માસમાં હોસ્પિટલનાં એનઆઈસીયુ વોર્ડમાં ૧૧૧ જેટલા બાળકોનાં મોત નીપજ્યાં હોવાનું હોસ્પિટલનાં સંચાલકો કબૂલી રહ્યા છે. તેમની સામે બેદરકારી દાખવવા સહિતનાં થઈ રહેલા આક્ષેપો બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આગામી દિવસોમાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટુકડી તપાસ કરવા આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ સમગ્ર મામલે કલેક્ટર રેમ્યા મોહને હોસ્પિટલનાં સંચાલકો તથા સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન દવે સાથે બેઠક કરીને તેની સંપૂર્ણ તપાસ કરવાની સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે કલેકટર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, સમગ્ર મામલાની તપાસ કરીને અહેવાલ રજુ કરવા હોસ્પિટલનાં સંચાલક અને સિવિલ સર્જનને આદેશ કર્યો છે.

જોકે, હોસ્પિટલનાં સત્તાધીશોએ એનઆઈસીયુમાં બાળકોનાં મોત થવા પાછળનાં કારણો રજુ કરવાની સાથે નવજાત બાળકોનો મૃત્યુદરનો આંક જી.કે. જનરલમાં વધ્યો હોવાનાં આક્ષેપને ફગાવવાની સાથે તેમનું કહેવું છે કે, વર્ષ ર૦૧પથી અનુક્રમે મૃત્યુદરની ટકાવારી ૧૯, ૧૮ અને ગત વર્ષે ર૧ ટકા હતી અને આ વર્ષે ૧૪ ટકા છે. આમ, વાસ્તવમાં એનઆઈસીયુમાં બાળકોનો મૃત્યુ દર ઘટયો છે.

છેક ક્રિટીકલ કન્ડિશન બાદ બાળકોને હોસ્પિટલમાં લવાય છે

જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં તાજા જન્મેલા નવજાત શિશુ કે જેનું વજન ઓછું હોય અને શારીરિક ખામી હોય તેવા બાળકોને ક્રિટીકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેવા બાળકોને પ્રથમ તો વેન્ટિલેટરની જરૃર હોય તેવી કોઈ પણ સુવિધા વગર બાળકોને લઈ આવવામાં આવે છે અને આવા બાળકો મોતને ભેટી રહ્યા હોવાનું હોસ્પિટલનાં જવાબદાર ડો.જ્ઞાનેશ્વર રાવે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અદાણી હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ પ્રાપ્ય બનાવી છે અને બાળકોનાં નિષ્ણાત તબીબો પણ નવજાત બાળકોની પૂરતી કાળજી લઈને સારવાર આપી રહ્યા છે. તેમણે તબીબોની બેદરકારીને પગલે બાળકોનાં મોત નીપજી રહ્યા હોવાનાં આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો હતો.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article