/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/7d23f7a9-71e6-4899-9b4a-975d7c438b7b.jpg)
વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં મે મહિના ના બીજા રવિવારના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.પરિવારમાં "માઁ" જેવું સ્થાન ધરાવનાર વ્યક્તિને માન આપવા,માતૃત્વના ગુણોને સન્માનવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે કનેક્ટ ગુજરાત પણ આ ઉજવણી માંથી બાકાત નથી.મધર્સ ડે પર કનેક્ટ ગુજરાત દ્વારા સેલ્ફી વીથ મોમ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપે આપની માતા સાથે સેલ્ફી ખેંચીને વોટ્સ એપ નંબર 099784 32966 અથવા "> પર મોકલવા નું રહેશે. 11 જેટલી શ્રેષ્ઠ સેલ્ફીને કનેક્ટ ગુજરાત તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.તો તમે પણ માતાને સન્માન આપનારા આ દિવસને માતા સાથે ઉજવી ખાસ બનાવો.
એક માતાએ બાળક માટે કરેલો ત્યાગ અને સમર્પણનું કોઇ મૂલ્ય ન આંકી શકાય તે અનમોલ છે. તેમ છતાં કનેક્ટ ગુજરાતે સૃષ્ટિના સર્જનહારે આપેલી માતૃત્વની મહામૂલી ભેટને બિરદાવવા માટેનો આ એક નાનો પ્રયાસ કર્યો છે. જે તમારા સહયોગ વિના અધૂરો છે. તો તમે પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લો અને માતૃત્વના આ અવસરને યાદગાર બનાવો.
તમામ તસવીરોને કનેક્ટ ગુજરાત પર પ્રસિદ્ધ કરવામાં આવશે.