મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા આનંદીબેન પટેલ 

New Update
મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા આનંદીબેન પટેલ 

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,અને તારીખ 23મીએ આનંદીબેન પટેલે રાજ્યપાલ તરીકેનાં શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતનાં મુખ્યમંત્રી પદે થી આનંદીબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ તેઓએ કોઈક રાજ્યનાં રાજ્યપાલ બનશે તેવી અટકળો વહેતી થઇ હતી,તેમજ વિધાનસભાની ચૂંટણી લડવાની પણ તેઓએ ના પાડી હતી.

publive-image

આખરે આ તમામ રહસ્યો પરથી પડદો ઉંચકાયો હતો,અને આનંદીબેન પટેલની મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે વરણી કરવામાં આવી હતુ.

મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ આનંદીબેન પટેલને ગોપનીયતાનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા,હવે તેઓએ રાજ્યપાલ તરીકેનો વિધિવત કાર્યભાર સંભાળશે.

Latest Stories