/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/18_04_2018-accident.jpg)
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં હનુમના માર્ગ પર મિની ટ્રક નદીમાં ખાબકતા ૨૨ લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. આ મિની ટ્રક ચિતરંગીથી જાન લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન સોન નદી હનુમના પુલ પરથી ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક નદીમાં ખાબકી હતી. ટ્રક નદીમાં ખાબક્તા ૨૨ના મોત થયા હતા, ઘાયલ અને ઇજાગ્રસ્ત લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/2018_4large_3_022.jpg)
સીધી કલેક્ટર દિલીપ કુમારે કહ્યું કે આ ઘટનામાં ૨૨ લોકોના મોત થયા છે. અને અન્ય અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ શ્રીવાસ્તવે ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના અંગે દુખ પ્રકટ કરતા કહ્યું કે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોના પરિવારને ૫૦-૫૦ હજારની આર્થિક સહાય કરવામાં આવશે. ઘટનાની જાણકારી મળતા જ રેસક્યૂ ઓપરેશન શરૂ થઇ ગયુ હતું