મશીનમાં બટાટા નાખીને સોનાનું ઉત્પાદન થશે, રાહુલ ગાંધીની સ્પીચ વાયરલ

New Update
મશીનમાં બટાટા નાખીને સોનાનું ઉત્પાદન થશે, રાહુલ ગાંધીની સ્પીચ વાયરલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સ્પીચનો એક વીડિયો વાયરલ થયો છે, અને તેમાં રાહુલ ગાંધી બટાટાનાં મશીનમાં સોનાનું ઉત્પાદન કેવી રીતે થાય તે અંગે સમજાવી રહ્યા છે.

રાહુલ ગાંધીની આ સ્પીચનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વીડિયો અને તેમની સ્પીચ નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહારની છે, પરંતુ સોશિયલ મિડીયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જોકે આ સ્પીચનો અમુક ભાગ એડિટ કરી દેવામાં આવ્યો છે અને લોકો તેને વાયરલ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની સ્પીચ પીએમ મોદી પર પ્રહાર કરીને તેઓને ટાંકીને આ વાત કહી હતી, જે એડિટ કરીને બટાટા મશીનમાં નાખવાથી સોનાનું ઉત્પાદન થશે તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories