/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/8558_Sonam.jpg)
ભારતીય સિનેમાની સૌથી શાનદાર રહી ચુકેલ ફિલ્મ 'બાહુબલી'ની સફળતા અને દર્શકોનો ઐતિહાસિક ફિલ્મો પ્રત્યેનો લગાવ જોતા અભિનેત્રી સોનમ કપૂરે એના હોમ પ્રોડકશન હેઠળ 'મહાભારત' આધારિત ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે.
મિડીયા અનુસાર સોનમ આ ફિલ્મ માટે સિંગાપૂરની લેખિકા કૃષ્ણા ઉદયશંકરનું પુસ્તક 'દ આર્યવર્ત ક્રોનિકલ્સ'ના અધિકાર મેળવી લીધા છે. જે આધુનિક સમયના સંદર્ભે લખાયેલી મહાભારતની શ્રૃંખલા છે.
સોનમ આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવા માગે છે. એનું કહેવું છે કે 'દ આર્યવર્ત ક્રોનિકલ્સ'ની પટકથાને માત્ર એક ફિલ્મમાં દર્શાવવાથી ફિલ્મને પૂરતો ન્યાય નહીં મળે. આ અંગે પુષ્ટિ આપતા લેખિકા કૃષ્ણાએ કહ્યું કે એને ખુશી છે કે આ પુસ્તક પર ફિલ્મ બનાવવાનો અધિકાર એવી વ્યક્તિ પાસે છે જેની પાસે સારી સૌંદર્યદ્રષ્ટિ છે.
આ ફિલ્મને લઇને સોનમ પણ ઉત્સુક છે. અને એણે દ્રોપદીનું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.