મહારાષ્ટ્ર : પાલઘરની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, એકનું મોત, ત્રણ અન્ય ઘાયલ

New Update
મહારાષ્ટ્ર : પાલઘરની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, એકનું મોત, ત્રણ અન્ય ઘાયલ

મહારાષ્ટ્રના પાલઘરમાં બોઇસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં નાંદોલિયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાયું છે.

આ બ્લાસ્ટનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ બાદ કેટલા કિલોમીટરના વિસ્તારમાં ગેસ લિકેજ થયું છે. પાલઘરના કલેક્ટર કૈલાશ શિંદેએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું છે જ્યારે 3 ઘાયલ છે.

Latest Stories