મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારત – પાકિસ્તાન વચ્ચે મુકાબલો

New Update
મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારત – પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ મહિલા વિશ્વકપમાં તારીખ ૨જી જુલાઇ ભારતીય ટીમનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થવાનો છે. આ વિશ્વકપમાં ભારતીય ટીમે રમેલી બંને મેચમાં વિજય મેળવ્યો છે. પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડ અને બીજી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો હતો. બીજી બાજુ પાકિસ્તાનની મહિલા ટીમનો વિશ્વકપની બંને મેચમાં પરાજય થયો હતો.

વિશ્વકપમાં મુકાબલાઓની વાત કરીએ તો પુરુષોની જેમ મહિલા ટીમે પણ પાકિસ્તાન સામે હંમેશા પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વિશ્વકપમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે બે મુકાબલા રમાયા છે અને બન્ને મુકાબલામાં ભારતીય ટીમનો વિજય થયો છે. ઓવરઓલ મુકાબલાની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ નવ મેચ રમાઈ છે, જેમાં દરેક મેચમાં ભારતીય ટીમનો વિજય થયો છે,અને દરેક વખતે ભારતીય ટીમનો એકતરફી વિજય થયો છે.

Latest Stories