New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/australia-v-india-women-s-t20-game_ecb1a092-34b1-11e7-b30b-76e7402dac55.jpg)
મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકર બાદ હવે એક વધુ ક્રિકેટરના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ક્રિકેટર ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી પર બનશે.
ઝૂલન પર બનનારી બયોપીકનું નામ ચકદહ એકસપ્રેસ રાખવામાં આવ્યું છે, જેમાં ઝુલનના ગૃહનગર નાદિયાથી ૨૦૧૭ મહિલા વિશ્વ કપ ફાઈનલની મેજબાની કરનાર લોડર્સ સુધીની કહાની હશે. ભારતીય ટીમ આ મેચમાં હારી ગઇ હતી.
ફિલ્મનું નિર્દેશક બંગાળી ફિલ્મ નિર્દેશક સુશાંત દાસ કરશે, તેમણે જણાવ્યું હતું કે ટુંક સમયમાં આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ શરુ કરી દેશે. તેમણે જણાવ્યું ફિલ્મનું શુટિંગ ચાકદહથી લોડર્સ સુધી કરવામાં આવશે જેમાં ઝૂલનના પાત્રને પડદા પર ઉતારવા કેટલીક લાંબા કદની બોલીવુડ હિરોઈન સાથે વાત ચાલી રહી છે.
Latest Stories