મહિલા વિશ્વકપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ

New Update
મહિલા વિશ્વકપમાં ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે ફાઇનલ

11માં મહિલા ક્રિકેટ વિશ્વ કપની તારીખ 23મી રવિવારના રોજ ફાઇનલ છે અને ભારત બીજી વખત આ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નજર ઈંગ્લેન્ડ સામે વિશ્વકપ ફાઇનલ જીતી પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા પર રહેશે. આ મુકાબલો ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમમાં બપોરે 3 વાગે શરૂ થશે.

મિતાલીના કેપ્ટ્નશિપ હેઠળ આ ટીમ જો વર્લ્ડકપ જીતવામાં સફળ થશે, તો ભારત ઓસ્ટ્રેલિયા બાદ બીજો એવો દેશ બની જશે જેણે ( મહિલા અને પુરુષ ) બન્ને ટીમોએ 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડકપ પોતાના નામે કર્યો હોય.

આ મેદાનમાં 1983માં ભારતની પુરુષ ટીમે વેસ્ટઈન્ડિઝને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું , કપિલદેવે 1983માં અને ધોનીએ 2011માં વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યા હતા.

ભારતીય ટીમનો આ નવમો વિશ્વકપ છે. ભારતની ટીમે શરૂઆતમાં વિશ્વકપ 1973 અને 1988માં ભાગ લીધો ન હતો, જયારે 2005માં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પંરતુ હજુ સુધી ખિતાબ પર કબ્જો કરી શકી નથી.

Latest Stories