/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/19faf832-d4e9-4e26-ab0e-776872c791fe.jpg)
આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી સમગ્ર વિશ્વ ભરમા થઈ રહી છે. ત્યારે વિશ્વ મહિલા દિનની ઉજવણી રાજકોટમા કંઈક અનોખી રીતે કરવામા આવી છે. રાજકોટમા રાજ્યભરની 222 દિકરીઓની કલાકૃતિનુ એક પ્રદર્શન ગોઠવવામા આવ્યુ. જેમા 222 અનામી કલાકારોને તેમની કલાનુ પ્રદર્શન કરી શકે તે માટે સુરક્ષા સેતુ સોસાયટી ના સહયોગથી આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની તેમજ રાજકોટ પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના પત્ની પણ હાજર રહ્યા હતા.
તો આ તકે રાજ્યભરના જુદા જુદા જિલ્લાઓમાથી અનેક દિકરીઓએ પ્રદર્શનમા ભાગ લિધો હતો. ત્યારે આ તકે કનકેટ ગુજરાત સાથેની વાતચીતમા શહેર પોલિસ કમિશ્નર અનુપમ સિંહ ગહલૌતના પત્ની સંધ્યા ગહલૌતે જણાવ્યુ હતુ કે આ આયોજન સુરક્ષા સેતુના માધ્યમથી કરવામા આવ્યુ છે. આજ રોજ કરેલ આયોજનથી એવા ઘણા કલાકારોને પ્લેટફોર્મ પ્રાપ્ત થયુ છે.
જેનાથી તેઓની કલાકૃતિ જનજન સુધી પહોંચી શકે. હુ ઈચ્છુ છુ કે તેમની કલાકૃતિ માત્ર ગુજરાત સુધી સિમિત ન રહે પરંતુ દેશ વિદેશમા પણ તેઓ ખ્યાતી પામે. તો રાજકોટ સ્ટેટના યુવરાણી સાહેબ કાદ્મબરી દેવીએ જણાવ્યુ હતુ કે આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે મહિલા દિવસે સૌથી વધુ મહત્વનો વિષય મહિલાઓની સુરક્ષાનો છે. મહિલાઓને એમ્પાવરમેન્ટ ત્યારે જ કરી શકાશે જ્યારે તેમને પુરી સુરક્ષા મળે.