મહિલાની છાતીમાં ભૂલ્યા દોઢ ફૂટનો વાઇર, તબીબ સામે રોષ

New Update
મહિલાની છાતીમાં ભૂલ્યા દોઢ ફૂટનો વાઇર, તબીબ સામે રોષ

રાજકોટમાં ફરી એક વાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જી હા, વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બેદરકારી દાખવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રેખાબેન પાટડીયા નામના દર્દી છેલ્લા ત્રણ વર્ષથી બીમારીથી પીડાઈ છે. તેમના જમાઇ યોગીભાઇએ પત્રકારો સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં મારા સાસુ ને ડાયાબિટીસ-બ્લડપ્રેશર જેવી બીમારી હતી જેને લઇને અમે વોકહાર્ટમાં આવ્યા હતા. ત્યારે ડોકટર દ્વારા તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. દસ દસ દિવસની સારવાર બાદ પણ મારા સાસુને સારૂ થયું નહોતું. તો સાથો સાથ અંદર નળી નાખી ડોકટર દ્વારા કંઇક ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી હતી અને તે નળી ઓગાળવા દવા પણ આપવામાં આવી હતી. પરંતુ તે બાદ તેમની તબીયત વધુ બગડતી ગઇ અને અંતે આ નળી ઓગળી નહીં અને વાયર જેવી બની ગઇ.publive-imageઆ કેસ વિશે જ્યારે પત્રકરો એ રેખા બેન ને સારવાર આપતા ડો. જયંત મહેતા નો સંપર્ક સાધતા તેઓ એ કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે રેખાબેન ના પરિવાર જનો એ જણાવ્યું હતું કે ડોકટરે અમારી પાસે ભૂલ કબૂલી લીધી છે. તો સાથો સાથ મેનેજમેન્ટ તરફથી કઈક રસ્તો કાઢવાનો ફોન પણ આવી ગયો છે. ત્યારે પરિવારજનો ની એકજ માંગણી છે કે રેખા બેન ની તબિયત માં સુધારો થઇ જાય. પરિવાર જનો એ જણાવ્યું હતું કે જો રેખા બેન ની તબિયત માં કોઈજ સુધારો નહી થાઈ અને સડીયો એમજ રહેશે તો આ બાબત ની તેઓ પોલીસ ફરિયાદ પણ કરશે.

Latest Stories