/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/33-1.jpg)
મહીસાગર ઠાકોર સેનાના કાર્યકરોએ પુલવામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી હિન્દૂ સંસ્કૃતિ મુજબ મહીસાગર નદીના કાંઠે મુંડન કરાવ્યું.
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહિસાગર ઠાકોર સેનાના કાર્યકરો હિન્દૂ સંસ્કૃતિ મુજબ મહીસાગર નદીના કિનારે મુંડન કરાવવામાં આવ્યું.શહિદવીરોની યાદમાં જિલ્લાના ઠાકોર સેનાના તમામ કાર્યકરો અને સમગ્ર દેશની જનતા ખૂબ દુઃખની લાગણી અનુભવી રહયા છે.
ત્યારે રાજકીય નેતાઓ પક્ષ હોય કે વિપક્ષ એકબીજા પણ કીચડ ઉછાળી રહયા છે,ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એકબીજા જોડે ગઠબંધનો કરી રહયા છે. પરંતું દેશની જનતા પણ આ જોઈ રહી છે, આવા સત્તા લાલચુ નેતાઓને કહેવામાં આવે છે કે આતંકવાદીઓ અને તેને પાલન કરનાર પાકિસ્તાનને સબક શીખવવા માટે યુધ્ધની તારીખ જાહેર કરે અને તારીખ જાહેર કરવામાં આવે નહી તો ભાજપ કોંગ્રેસના કાર્યાલયોને જનતા તાળા મારશે, રાજકીય કાર્યક્રમનો વિરોધ થશે, આવા સમયે ફકત દેશ હિતની જ વાત કરવામાં આવે અને પક્ષ વિપક્ષ એક સાથે રહી નકકર કાર્યવાહી કરી આતંકવાદનો સફાયો કરે એવી જ અમારા લોકોની માંગણી અને લાગણી છે.