માંગરોળ:ઝંખવાવ ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ સંમેલન યોજાયું

New Update
માંગરોળ:ઝંખવાવ ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ સંમેલન યોજાયું

માંગરોળ

તાલુકાના ઝંખવાવ ખાતે ભારતીય જનતા પાર્ટી નું સ્નેહ સંમેલન યોજાયું હતું.આ સ્નેહ

સંમેલન માં ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,કેબિનેટ મંત્રી ગણપત વસાવા તેમજ ઈશ્વર પરમાર અને ધારાસભ્યો તેમજ મોટી

સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

સુરત

જિલ્લા ભાજપના ઝંખવાવ ગામે યોજાયેલા નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં માંગરોળ સહીત

સમગ્ર જિલ્લાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.તેમજ જિલ્લાના

ધારાસભ્યો, નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો

સરપંચોની વિશેષ પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવા,કેબિનેટમંત્રી ઈશ્વરભાઈ પરમાર વગેરે અગ્રણીઓ આગેવાનો ઝંખવાવ ખાતે આવી

પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ,રાકેશભાઈ સોલંકી

તેમજ માંગરોળ તાલુકા ભાજપના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભારત

દેશમાં ૮૦ ટકા વિસ્તારમાં ભાજપ પક્ષની સરકારનું શાસન છે.જેમાં ગુજરાતમાં છેલ્લા ૨૬

વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. છેવાડાના માનવી સુધી સરકારી લાભો પહોંચાડવામાં આપણે

સફળ થયા છે.આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીને સુરત જિલ્લા ભાજપ

સંગઠન સહીત વિવિધ આગેવાનોના સમૂહે સન્માન કરી ગાંધીજીની પ્રતિમા તીરકામઠું અને

તલવાર સ્મૃતિભેટ અર્પણ કરી હતી.પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કાર્યકરોને

સંબોધન કરતા જણાવ્યું કે ભાજપ રાષ્ટ્રહિતનો વરેલો પક્ષ છે જેને રાષ્ટ્રહિતમાં કામો

કર્યા છે.

ભૂતકાળમાં ગુનેગારો

છૂટી જતા હતા.ગુજકોકના કાયદાને હવે મંજૂરી મળતા તેમને સજા થશે. કાશ્મીરમાં 370 કલમ

દૂર કરી ભારતને એક કરવાનું કામ કર્યું છે.ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં ઈચ્છા

શક્તિના અભાવે કોઈ કામ થયા નથી છેવાડાના માણસનું કલ્યાણ થાય તેવા કામ સરકાર કરી

રહી છે. ઉપરોક્ત સ્નેહમિલન કાર્યક્રમમાં સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠક, રીતેશભાઈ વસાવા,ધારાસભ્યો મોહનભાઇ ઢોળીયા,મુકેશ પટેલ,દીપકભાઈ વસાવા,જી.પં પ્રમુખ પ્રીતિબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Latest Stories