માતૃભાષામાં ભણતર બાળકની શીખમાં વધારો કરશે, વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન

New Update
માતૃભાષામાં ભણતર બાળકની શીખમાં વધારો કરશે, વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન સુધારણા અંતર્ગત સંમેલનમાં' સંબોધન કર્યું હતું. અહીં તેમણે છઠ્ઠા ધોરણ સુધી માતૃભાષામાં અભ્યાસક્રમો શીખવવાના ફાયદાઓ સમજાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે બાળકો તેમની બોલીમાં અભ્યાસ કરશે, ત્યારે તેઓ તેને સારી રીતે સમજી શકશે. તેનાથી તેમની રુચિ વધશે અને તે ઉચ્ચ શિક્ષણમાં તેનો આધાર વધુ મજબૂત બનાવશે.

તેમણે કહ્યું કે જેટલી વધુ માહિતી સ્પષ્ટ થશે, પછી એટલું જ સરળ રીતે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થશે. પીએમ મોદીએ કહ્યું કે, 3-4 વર્ષના વ્યાપક વિચાર-વિમર્શ પછી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાખો સૂચનો પર લાંબી વિચારણા બાદ મંજૂરી આપવામાં આવી છે.

પીએમ મોદીએ નવી શિક્ષણ નીતિ પર કહ્યું - તે માત્ર પરિપત્ર નથી, નવા ભારતના નિર્માણનો પાયો છે. દેશભરમાં નવી શિક્ષણ નીતિની વ્યાપક ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી, વિવિધ ક્ષેત્રના લોકો, વિવિધ વિચારધારાઓના લોકો તેમના મંતવ્યો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક સ્વસ્થ પરંપરા છે, જેટલી વધારે થશે તેટલી જ દેશની શિક્ષણ વ્યવસ્થાને લાભન્વિત થશે. ખુશીની વાત એ પણ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રજૂઆત પછી દેશના કોઈ પણ ક્ષેત્રમાંથી, કોઈ પણ વિભાગમાંથી એ વાત નથી ઉઠી  કે આમાં કોઈ ભેદભાવ છે કે પછી એક તરફ નમતું છે.

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોના મનમાં એ સવાલ આવવો સ્વાભાવિક છે કે આટલો મોટો સુધારો કાગળ પર કરી દેવાયો, પરંતુ તેને જમીનિસ્તર પર કેવી રીતે ઉતારવામાં આવશે. એટલે કે, હવે દરેકની નજર તેનો અમલ કરવા પર છે. જ્યાં સુધી રાજકીય ઇચ્છાશક્તિની વાત છે, હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું, હું સંપૂર્ણ તમારી સાથે છું.

પોતાની માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે એ વાતમાં કોઈ વિવાદ નથી કે, બાળકોના ઘરની બોલી અને શાળામાં અભ્યાસની ભાષા સમાન હોવાથી બાળકોની શીખવાની ગતિમાં બહતર કરે છે. આ એક ખૂબ જ મોટું કારણ છે, તેથી શક્ય હોય ત્યાં સુધી 5માં ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાની સંમતિ આપવામાં આવી છે.

Latest Stories