માત્ર 11 વર્ષની ઉંમરે ગુમાવેલા હાથ-પગ, SSCમાં મેળવ્યા 98.53 PR

New Update
માત્ર 11 વર્ષની ઉંમરે ગુમાવેલા હાથ-પગ, SSCમાં મેળવ્યા 98.53 PR

વડોદરાનાં બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં રહેતા કિશનભાઈ સોલંકીનો પુત્ર શિવમ 11 વર્ષનો હતો ત્યારે પતંગ પકડવા જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તે પોતાના બંને હાથ-પગ ગુમાવી બેઠો હતો. પતંગની જેમ આકાશે ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયો હતો. માતા-પિતાને શિવમ સાથે બનેલી અણધારી ઘટના સ્વિકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. શિવમના પિતા કિશનભાઇ સોલંકી નોકરી કરતા હોવાથી શિવમની જવાબદારી માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. બંને હાથ-પગ ન ગુમાવી દીધા બાદ નાસી પાસ થઇ ગયેલા શિવમને માતાએ હિંમત આપી હતી. શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી.

publive-image

શિવમે ધો-10ની પરીક્ષામાં પણ કોઈ લહિયાની મદદ લીધા વિના જ જાતે જ બધાં પેપર લખ્યા. આજે જાહેર થયેલા પરિણામમાં તેણે 98.53 પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યુ છે. શિવમના પરિવારમાં આજે ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. પરિણામની ખુશી વ્યક્ત કરતાં શિવમે જણાવ્યું કે, મારા પરિણામથી હું ખુબ જ ખુશ છુ. ભલે મારા હાથ-પગ નથી. પરંતુ, હું ડોક્ટર બનીને મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ.

publive-image

શિવમની માતા હંસાબહેને જણાવ્યું હતું કે, શિવમ સાથે ઘટના બન્યા બાદ તે ધોરણ-7 સુધી જ અભ્યાસ કરી શક્યો હતો. અને તે બાદ તેણે 3 વર્ષ સુધી હાથના મોજામાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ કરવા સાથે ધોરણ-10ની પરીક્ષા આપવાની તૈયારી શરૂ કરી દીધી હતી. શિવમે 3 વર્ષમાં લખવામાં એટલી માસ્ટરી મેળવી લીધી હતી. અને તેને પરિક્ષામાં રાઇટર વગર પરિક્ષા આપવાની તૈયારી બતાવી હતી. આજે તે રાઇટર વિના ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તેમ છતાં મારા દીકરો સારૂ પરિણામ લાવ્યો છે. અમને તેના પર ગર્વ છે.

Latest Stories