માત્ર 23 વર્ષની વયે શહીદ થઇને લાખો યુવાનોના પ્રેરણાસ્રોત બનનાર ભગતસિંહ

New Update
માત્ર 23 વર્ષની વયે શહીદ થઇને લાખો યુવાનોના પ્રેરણાસ્રોત બનનાર ભગતસિંહ

આઝાદીના લડવૈયા અને ક્રાંતિકારી ભગતસિંહનો જન્મ 1970માં બ્રિટિશ રાજ્યના પંજાબ પ્રોવિનન્સમાં જાટ શીખ પરિવારમાં થયો હતો. તેમણે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ હિંસક લડત ચલાવી હતી.

લાલા લજપતરાયની મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહે બ્રિટીશ પોલીસ ઓફિસર જ્હોન સોન્ડર્સની હત્યા કરી દીધી હતી. તેના થોડા સમય બાદ જ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલી પર બોમ્બ ફેંક્યો હતો અને સામેથી ધરપકડ વહોરી લીધી હતી.

380075-bhagat-singh-at-age-of-13

જેલમાં ભગતસિંહે યુરોપિયન કેદીઓને જે અધિકાર મળતા હતા તેટલા જ ભારતીય કેદીઓને મળે તે માટે ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારે તેમને સમગ્ર દેશનો સપોર્ટ મળ્યો હતો.

આ સમય દરમિયાન જ ભગતસિંહ વિરુદ્ધ બ્રિટિશ પોલીસ ઓફિસર સોન્ડર્સની હત્યાના પુરાવા મળી આવ્યા હતા. તેથી, તેમને માત્ર 23 વર્ષની યુવાન વયે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા.

d26156efd1312f9e61187a6b51156bbe

જોકે, આટલી વયે દેશની સ્વતંત્રતા માટે શહીદ થઇને તેમણે તે સમયે ભારતીય યુવાનોને આઝાદી માટે કુરબાન થઇ જવાની પ્રેરણા પુરી પાડી હતી. આજે પણ ભગતસિંહ અનેક યુવાનોના રોલ મોડેલ છે. ભગતસિંહના જીવન પર આધારિત ઘણી ફિલ્મો પણ બનાવવામાં આવી છે.

જેમાં સૌપ્રથમ 1954માં શહીદ-એ-આઝમ ફિલ્મ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1963માં શહીદ ભગત સિંહ ફિલ્મ બનાવવામાં આવી હતી. 1965ની ફિલ્મ ભગતસિંહમાં મનોજકુમારે ભગતસિંહની ભૂમિકા ભજવી હતી. અજય દેવગન અને બોલી દેઓલ પણ ભગતસિંહની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

rare-photograph-of-martyr-bhagat-singh-courtsey-mr-sita-ram-bansal_rare

Latest Stories