/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-5-1.jpg)
ઔદ્યોગિકરણના કારણે વધી રહેલા પ્રદૂષણથી પર્યાવરણને બચાવવાના ભાગરૂપે સરકાર દ્વારા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતના ઉપયોગ પર ભાર મૂકાઇ રહ્યો છે. તેના પગલા રૂપે કેન્દ્ર સરકાર દ્વારા સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી વીજળીનું ઉત્પાદન કરવા માટે 30 ટકા સબસિડી અપાઇ રહી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/unnamed-2-3.jpg)
સોલર એનર્જી પેનલ ઇન્સ્ટોલ કરાવવાનો ખર્ચ
ઘેર વીજળીનું ઉત્પાદન કરવા માટે માત્ર 70 હજારમાં સોલર પેનલ લગાવવાની રહેશે. ત્યારબાદ 25 વર્ષ સુધી કોઇ ખર્ચ આવતો નથી. 1 કિલોની સોલર પેનલ માત્ર 60 થી 70 હજારમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકાય છે. જોકે, 1 કિલોની સોલર પેનલનો ભાવ 1 લાખ જેટલો હોય છે. પંરતુ સબસિડી બાદ તે આટલી ઓછી કિંમતમાં મળી રહે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/unnamed-3-3.jpg)
સોલર પેનલની મદદથી તમે પૈસા પણ કમાઇ શકો છો
જોકે, સોલર પેનલ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેમાંથી કમાણી પણ કરી શકો છો. ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જેને વેચીને પૈસા પણ કમાઇ શકાય છે. તેના માટે થોડી પ્રક્રિયા કરવાની હોય છે. સ્થાનિક વીજળી કંપની સાથે જોડાણ કરીને લાયસન્સ લેવાનું હોય છે. વીજળી કંપની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનો હોય છે. સોલર પેનલની વીજળી વેચવા પર પ્રતિ યુનિટ 7.75 રૂપિયાના હિસાબે નાણાં મળે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/10/unnamed-4-3-1024x576.jpg)
આ અંગે ઝેડા સાથે જોડાણ ધરાવતી સુરતની કંપની ગોલ્ડી ગ્રીનના ઓનર ઇશ્વરભાઇ ધોળકિયાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારની સબસિડીના કારણે લોકોને સોલર પેનલ સસ્તા ભાવે મળી રહે છે. તેમણે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર સોલર પેનલ પર સબસિડી આપે જ છે તે સાથે દરેક રાજ્યદીઠ પણ અલગ-અલગ સબસિડી મળે છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ઘરના ઉપયોગ સિવાય આ પેનલ સ્કુલ, કોલેજ, કમર્શિયલ એકમો કે અન્ય સંસ્થાઓ અને ઇન્સ્ટીટ્યુશનમાં પણ ઇન્સ્ટોલ કરી શકાય છે.