/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/Mayawati-resigns.jpg)
બીએસપી વડા માયાવતીએ બુધવારના રોજ ગૃહ માંથી રાજીનામાં માટે એલાન કર્યું હતુ, તે માટે ૩ પાના ભરીને કારણો સહિત રાજીનામાંનું આવેદન તેમના દ્વારા અપાયુ હતુ. જોકે તેને નકારવામાં આવ્યુ હતુ, જ્યારે બીજી વખત રાજીનામુ રાજ્યસભા અધ્યક્ષ હામીદ અન્સારીએ તેને આવકારી, રાજીનામુ કબૂલ કર્યુ હતુ.
તારીખ 18મી જુલાઈના રોજ રાજ્યસભામાં બસપા પ્રમુખ માયાવતીએ વ્યક્તવ્ય પછી રાજ્યસભા માંથી રાજીનામા માટે અરજી કરી હતી, એમણે ૩ પાના ભરીને આપેલ રાજીનામું માળખા સંગત ન હોવાના લીધે નકારી કાઢવામાં આવ્યું હતુ.પરંતુ બીજી વખત રાજ્યસભાના અધ્યક્ષ હામીદ અન્સારી દ્વારા તેઓનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતુ, હવે માયાવતી રાજ્યસભાના સભ્ય રહ્યા નથી.
માયાવતીએ સભામાં રાજીનામું આપ્યું હતું અને ભાજપ અને અધ્યક્ષ પર આરોપ લગાવ્યો હતો કે, તેમને ઉત્તરપ્રદેશમાં દલિત હિંસાના મુદ્દાને ઉઠાવવાની પરવાનગી આપી નહોતી.
આ પગલું માયાવતી દ્વારા તેના મુખ્ય દલિતોના સહકારી પાયાને મજબૂત કરવા અને આ વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જંગી હારનો સામનો કર્યા બાદ પોતાને સમુદાયના અગ્રણી નેતા તરીકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ તરીકે કરવામાં આવ્યો હોઈ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તેમની પાર્ટી માત્ર 18 બેઠકો જીતી, જ્યારે ભાજપ 403 બેઠકોમાંથી 300 કરતાં વધુ જીતીને સત્તા પર આવી હતી.
ભાજપે તેમના રાજીનામાં ને “નાટક” કહી વખોડ્યું હતું, અને કહ્યું હતું કે એમ પણ આગામી વર્ષ સુધીમાં માયાવતીનું રાજ્યસભામાં પદ સંપૂર્ણ રીતે અંત થવાનુ જ હતુ.