મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થમાં ભારતનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો 

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થમાં ભારતનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો 
New Update

વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુ અને ગુરૃરાજા પુજારીએ કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતને ધમાકેદાર પ્રારંભ અપાવ્યો હતો.

૨૩ વર્ષીય મીરાબાઈ ચાનુએ પોતાના વજન કરતાં ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં ડબલ કરતાંય વધુ વજન ઉંચકવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. માત્ર ૪૮ કિગ્રા વજન ધરાવતી ચાનુએ ક્લિન એન્ડ જર્કમાં ૧૧૦ કિગ્રા વજન ઉંચકીને ખળભળાટ મચાવ્યો હતો. તેણે માત્ર છ મિનિટમાં છ પ્રયાસોમાં છ નવા કોમનવેલ્થ રેકોર્ડ સર્જતાં કુલ ૧૯૬ કિગ્રા વજન ઉંચકીને નવા કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ સાથે ભારતને ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેણે આ સાથે પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ પણ કર્યો હતો. ગત વર્ષે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ચાનુએ સ્નેચમાં ૮૫ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં ૧૦૯ કિગ્રા વજન ઉંચકવાની સાથે કુલ ૧૯૪ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article