મુંબઇના સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગથી અનેક ડિફોલ્ટરોની ફાઈલો બળીને ખાક

મુંબઇના સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગથી અનેક ડિફોલ્ટરોની ફાઈલો બળીને ખાક
New Update

નીરવ મોદી અને લલિત મોદી સહિતાન ડિફોલ્ટરોનાં દસ્તાવેજો અહીં જ રાખવામાં આવ્ચા હતા

દક્ષિણ મુંબઇમાં આવેલા સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં શુક્રવારે મોડી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ આવેલી છે. જયાં આગ લાગી હતી તે ત્રીજા માળે આવેલી ઓફિસમાં ભાગેડુ લલિત મોદી અને PNB કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદીની ફાઇલો રાખવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે દસ્તાવેજો પણ આગમાં ખાક થઇ ગયા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ખરેખર આ એક દુર્ઘટના છે કે પછી કોઇ ષડ્યંત્ર છે હતું?

publive-image

આગની ઘટના સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગનાં એક અધિકારીનું માનીએ તો, સાંજે 4.55 કલાકે અમને સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક 5 ફાયરફાઇટર અને 4 વોટરટેન્કર ઘટના સ્થળે રવાના કરાયાં હતાં. આગ બુઝાવવાનો પ્રયાસો કરાયા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિ કે કોઇને ઇજાના સમાચાર સાંપડ્યા નથી.

ઘણા ડિફોલ્ટરોની ફાઈલ અહીં હતી

આ બિલ્ડિંગમાં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)નું કાર્યાલય પણ છે,જેમાં ઘણા ડિફોલ્ટરોની ફાઇલો હોય છે. ઉપરાંત ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગ પણ છે જેમાં લલિત મોદીથી લઈ નીરવ મોદી અને વડોદરાના સ્ટર્લિંગ ગ્રૂપ પર કરવામાં આવેલી કાર્યવાહીના દસ્તાવેજો પણ હતા.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article