/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/Fadnavis.jpg)
મુંબઈ શહેર ખાતે સોમવારના રોજ 500 હોટસ્પોટ સાથે ભારતનું સૌથી મોટુ જાહેર Wi-Fi નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગેની ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતુ કે પ્રથમ તબક્કામાં 500 હોટસ્પોટ શહેરના વિવિધ સ્થાળો પર શરુ કરીને ભારતની સૌથી મોટી વાઇફાઇ સેવા શરુ કરી છે અને 1 મે સુધીમાં બીજા 700 હોટસ્પોટ શરુ કરવામાં આવશે તથા તેને મહારાષ્ટ્ર ડે તરીકે ઉજવવામાં આવશે. આ સિવાય આ 1200 વાઇફાઇ હોટસ્પોટની કનેક્ટિવિટી અને ઝડપને પણ મોનીટર કરવામાં આવશે.
31 જાન્યુઆરી સુધી અમર્યાદિત વપરાશ સાથે મુક્ત આ વાઇફાઇ હવે મુંબઇ પોલીસ કમિશનર, વિધાનસભા ભવન, બાંદ્રાના કલાનગરમાં, બોમ્બે હાઇ કોર્ટ અને શહેરના અન્ય જાહેર સ્થળો પર પણ ઉપલબ્ધ છે.
મહારાષ્ટ્ર માહિતી ટેકનોલોજી કોર્પોરેશન (MITC) દ્વારા ટેકનિકલ બાબતો માટે હેવલેટ પેકાર્ડ અને ફોર્ટિનેટ નામની અમેરિકા સ્થિત કંપનીઓ સાથે સહયોગ સાંધ્યો છે. જયારે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ આ માટે બેન્ડવિથ પુરી પાડે છે અને લાર્સન એન્ડ ટર્બો દ્વારા સિસ્ટમ સંકલનનું કાર્ય થાય છે.
આ પહેલા વાઇફાઇની સુવિધા મુંબઈના રેલવે સ્ટેશનો, મોલ્સ, સિનેમા, રેસ્ટોરા જેવા કેટલાક મહત્વના સ્થળો પૂરતી જ માર્યાદિત હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિનામાં મુંબઈ અને નવ મુખ્ય નાગરિક સંસ્થાઓ તથા 26 જીલ્લા પરિષદની ચૂંટણી યોજાનાર છે ત્યારે શાસક ભારતીય જનતા પાર્ટી અને શિવસેના દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનું એક પગલુ માનવામાં આવી રહ્યુ છે.