મુખ્યમંત્રી રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની તપાસના આપ્યા આદેશ

New Update
મુખ્યમંત્રી રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની તપાસના આપ્યા આદેશ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે.

મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

Latest Stories