મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફિટનેસ ચેલેન્જ, મહારાષ્ટ્રનાં CM ને ફેંક્યો પડકાર

New Update
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફિટનેસ ચેલેન્જ, મહારાષ્ટ્રનાં CM ને ફેંક્યો પડકાર

વિરાટ કોહલીની ચેલેન્જ પીએમ મોદીએ સ્વીકાર્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનો ફિટનેસ વીડિયો ટ્વીટ કર્યો

publive-image

ઈન્ડિઅન ક્રિકેટર વિરાટ કોહલીએ આપેલી ફિટનેસ ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આપેલી ચેલેન્જને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકારી છે. મુખ્યમંત્રીએ તેમનો ફિટનેસ વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આપણે ફિટ તો દેશ ફિટ’ના મંત્રને યાદ કરીને વડાપ્રધાનની ફિટનેસને યાદ કરી છે. આ સાથે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ફડનવીસને ફિટનેસની ચેલેન્જ આપી છે.

publive-image

કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ #HumFitTohIndiaFit ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દેશભરમાં ચાલી રહેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારી લીધું છે. તેમના ટ્વીટર પેજ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેઓ એક્સરસાઈઝ કરતા નજરે પડે છે. બાદમાં તેમણે #HumFitTohIndiaFit ફિટનેસ ચેલેન્જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ડેવેન્દ્ર ફડણવીસને આપી છે.

Latest Stories