મુરલીધરન બનશે ઓસ્ટ્રેલિયન ટીમના બોલિંગ સલાહકાર

New Update
મુરલીધરન બનશે ઓસ્ટ્રેલિયન ટીમના બોલિંગ સલાહકાર

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બોલિંગ સલાહકાર બનશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે આ વાતને સમર્થન આપ્યું હતું.

મુરલીધરન ઓસ્ટ્રેલિયન ટીમ માટે કામ કરનાર બીજા શ્રીલંકન ક્રિકેટર બનશે. આ અગાઉ થિલાન સમારાવીરાએ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કામ કર્યું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાના પ્રવાસે આવવાની છે ત્યારે ઓસ્ટ્રેલિયન સ્પિનરો માટે મુરલીધરનની સલાહ ખૂબ જ મહત્વની સાબિત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુરલીએ 2014માં સંયુક્ત આરબ અમિરાતમાં પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ટીમ સાથે કામ કર્યું હતું. તેથી, ઓસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લોયન અને સ્ટિવન ઓ કીફ પહેલાં પણ મુરલી સાથે કામ કરી ચૂક્યા છે.

Latest Stories