New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/triple-talaq-1511263463.jpg)
મોદી સરકાર ત્રિપલ તલાક વિરુધ્ધ લોકસભામાં બિલ રજૂ કરવાની છે, પણ આ બિલને લઇને વિવાદ અને રાજનીતિ બન્ને શરૂ થઇ ગયા છે.
સંસદમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આજે બપોર બાદ બિલ રજૂ કરશે, બિલ રજૂ થતા પહેલા આમા સામેલ સજાની જોગવાઇને લઇને બબાલ શરૂ થઇ ચૂકી છે.
આ બિલનું નામ મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરિજ) બિલ રાખવામાં આવ્યુ છે. બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે. દરેક પ્રકારે જેમ કે, બોલીને, લખીને, મેસેજ, ફોન, વોટ્સએપ, ફેસબુકથી ત્રિપલ તલાક આપવી હવે ગેરકાયેદસર બનશે. આમ કરનારા સામે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇ છે.
Latest Stories