/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1-US-national-alleges-rape-after-tantric-massage-in-Korgao-2.jpg)
પિતાની હરકતોની જાણ પુત્રીએ માતાને કરતા જનેતાએ પિતા વિરૂધ કરી પોલીસ ફરિયાદ
મોરબીમાં પિતા-પુત્રીના સબંધોને કલંકિત કરતો ઘૃણાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગા બાપે સગીર પુત્રીને શારિરિક અડપલા કર્યાનો બનાવ બહાર આવવા પામ્યો છે. સમગ્ર પંથકમાં નરાધમ કૃત્ય કરનાર પિતા પર ફિટકારની લાગણી વરસી છે.
ઘટનાની મળતી વિગત અનુસાર મુળ મહારાષ્ટ્રના નાગપુરના ભંડાર ગામની વતની અને હાલ મોરબીના નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પુર્વ પતિ પિતામ્બર રામ ચંદ્રપુરોહિત સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેમની ૧ર વર્ષની પુત્રીને સગિ બાપ જ અડપલા કરીને પજવણી કરતો હતો.
આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઈ.રાણાએ જણાવ્યુ હતુ કે, આરોપી પિતામ્બર પુરોહિતે ર૦૦૧માં નાગપુરની મહિલા સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન થકી તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ લગ્નજીવન ૭ વર્ષ સુધી ચાલ્યા બાદ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા લગ્ન વિચ્છેદ થયો હતો. અને છુટાછેડા થતા નાગપુરની મહિલા મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં અન્ય કોઈની સાથે લગ્ન કરીને રહે છે.
જ્યારે આરોપી પિતામ્બર ટીફીન પહોચાડીને ઘરનું ગુજરાન ચલાવે છે. છુટાછેડા થઈ ગયા બાદ ૧૪ વર્ષનો મોટો પુત્ર અને તેમની નાની ૧ર વર્ષની પુત્રી તેની સાથે રહેતા હતા. આરોપી બાપ પોતાની સગી પુત્રી પર કૃદ્રષ્ટી કરીને છેલ્લા ૧ વર્ષથી તેની સાથે અડપલા કરતો હતો. પિતાની આવી હરકતોથી ત્રસ્ત થયેલી સગીર પુત્રીએ આખરે પોતાની અલગ રહેતી માતા પાસે જઈને પિતાની કરતુત વિશે જાણ કરી હતી. આથી તેની માતાએ આ અંગે ફરીયાદ નોંધાવતા આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકાના મહિલા પી.એસ.આઈ.ગોંડલીયા ચલાવી રહ્યા છે.