/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-1-12.jpg)
બે માસ અગાઉ સુરત રેલવે સ્ટેશન પરથી બિનવારસી મળી આવેલ બાળકને તેના માતા-પિતાને પરત કરાયો હતો.
બે માસ અગાઉ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાશી ઉપેન્દ્ર યાદવને તેના મામાના ઘરેથી કોઇ ઇસમ કામ અપાવવાના બહાને સુરત લઇ આવ્યો હતો. ઉપેન્દ્રએ થોડાં દિવસ કામ કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો અને ફરતાં ફરતાં રેલવે સ્ટેશને પહોંચ્યો હતો.
ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસના હાથે લાગેલા બાળકને ચાઇલ્ડ હોમ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક પાસેથી તેના ઘરનું એડ્રેસ મેળવી તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
બાળકની માતા જરૂરી દસ્તાવેજો લઇને આવતા બાળક તેમને પરત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોમાંથી બાળકોને ભગાડી લાવી અહીં મજૂરી કરાવવાનું મોટું રેકેટ ચાલે છે. આ અંગે ચાઇલ્ડ વિભાગે પણ છ મહિના અગાઉ સોશિયલ મીડિયા પર ઘરકામ માટે બાળકોના થઇ રહેલા સોદા અંગે જાણ કરી હતી. જોકે, આ મામલે હજી પણ કોઇ ગંભીર પગલાં લેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.