યુનિવર્સિટી પરીક્ષાનાં નિયમોમાં ફેરફાર કરશે

New Update
યુનિવર્સિટી પરીક્ષાનાં નિયમોમાં ફેરફાર કરશે

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૃ થયા બાદ લીક થતા પેપરોને લઈને હાલ યુનિ.માં ચકચાર મચી ગઈ છે ત્યારે હવે યુનિ.એ આ પેપર લીક કૌભાંડ બાદ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યુ છે. જે મુજબ હવે પરીક્ષામાં કેમ્મપસમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ કરાશે.આ ઉપરાંત વિદ્યાર્થીને પરીક્ષા શરૃ થયા બાદ પ્રવેશની છુટને લઈને હાલના નિયમમાં પણ ફેરફાર કરાશે.

ગુજરાત યુનિ.ની છેલ્લા અને અંતિમ તબક્કાની યુજી-પીજી સેમેસ્ટર-૧ની પરીક્ષાઓમાં પેપર લીક થતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે અને યુનિવર્સિટીની સૌથી મહત્વની પરીક્ષાઓમાં જ પેપર લીક થતા હોવાનુ કૌભાંડ સામે આવ્યુ છે

publive-image

આ સાથે બીજી બાજુ યુનિ.એ હવે પરીક્ષાના નિયમોમાં પણ ફેરફાર કરવાનું નક્કી કર્યુ છે.જે મુજબ હવેથી પરીક્ષા દરમિયાન કેમ્પસમાં મોબાઈલ પર લઈ જવા પર પ્રતિબંધ મુકાશે.

ત્યારે આ પેપર લીક કૌભાંડ કોમર્સ અને જર્નાલીઝમની પરીક્ષામાં કેટલાક સેન્ટરો પર વિદ્યાર્થીઓ પાસે મોબાઈલમાં પરીક્ષા શરૃ થયા પહેલા જ પેપર આવી ગયુ હોવાનું સામે આવ્યુ હતું. અને વિદ્યાર્થીઓના મોબાઈલમાં પરીક્ષામાં પુછાનાર બેઠુ પેપર ફરતુ થઈ ગયુ હતું.જેથી હવે મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે.

Latest Stories