New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-2-3.jpg)
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ CMના પદ પર શપથ લીધા ની સાથે તે દેશના અવિવાહિત મુખ્યમંત્રી ક્લબમાં શામિલ થઈ ગયા, એમની પહેલા પણ અવિવાહિત CM ક્લબમાં હરિયાણાના 62 વર્ષના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, પશ્ચિમ બંગાળના 62 વર્ષના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આસામના 54 વર્ષના મુખ્યમંત્રી સર્વાનન્દ સોનોવાલ અને ઓડિશાના 70 વર્ષના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ શામિલ હતા.
યોગી આદિત્યનાથ 44 વર્ષ ના દેશના સર્વાધિક આબાદી વાળા રાજ્ય ઉત્તરપ્રદેશના પહેલા અવિવાહિત મુખ્યમંત્રી છે, તેમની છબી એક કટ્ટરવાદી હિન્દૂ નેતા તરીકે ની રહી છે. ભાજપે યુપીમાં 14 વર્ષ પછી પોતાની સત્તા કબ્જે કરવામાં સફળતા મેળવી હતી.
Latest Stories