રક્ષામંત્રી નિર્મલા સીતારામને લડાકુ વિમાનમાં ઉડાન ભરી

New Update
રક્ષામંત્રી નિર્મલા સીતારામને લડાકુ વિમાનમાં ઉડાન ભરી

રક્ષામંત્રી નિર્મલા સીતારામને બુધવારે જોધપુરનાં એરફોર્સ બેઝ થી સુખોઈ-30 લડાકૂ વિમાનમાં ઉડાન ભરી હતી. તેઓ પ્રથમ મહિલા રક્ષામંત્રી છે જેમણે લડાકૂ વિમાનમાં ઉડાન ભરી હોય, આ અગાઉ 25 નવેમ્બરે 2009 માં ત્રણેય સેનાનાં સુપ્રીમ કમાન્ડર તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પૂણેમાં સુખોઈમાં ઉડાન ભરી હતી.

સુખોઈ વાયુસેનાનું સૌથી શ્રૈષ્ઠ લડાકૂ વિમાન છે. હાલમાં જ સીતારામને ગોવામાં દેશના સૌથી મોટા નૌસૈનિક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી હતી.

રક્ષામંત્રી નિર્મલા સીતારામન સેનાના ત્રણેય અંગોનો જૂસ્સો વધારતી નજર આવી રહી છે. તેના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન આ મહિના માં ‘રક્ષામંત્રી ડે એટ સી’ અભિયાનમાં ગોવામાં ભારતીય નૌસેના સ્ટેશન આઈએનએસમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories