રશિયાના સાઈબેરિયાઈ શહેરના એક શોપિંગ મોલમાં લાગી આગ

રશિયાના સાઈબેરિયાઈ શહેરના એક શોપિંગ મોલમાં લાગી આગ
New Update

રશિયાના સાઇબેરિયાઇ શહેર કેમરોફોમાં એક વિન્ટર ચેરી શોપિગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે 37 લોકોના મોત થયા છે.આગને કારણે શોપિંગ મોલમાં સિનેમાઘરના બે હોલની છત તૂટી પડી છે

એજન્સીના કહેવા પ્રમાણે, શોપિંગ મોલમાં આગ બાળકોના પ્લેગ્રાઉન્ડ એરિયા પાસેથી ફેલાઇ હતી. એક બાળકે લાઇટરનો ઉપયોગ કર્યો હતો. જેને કારણે આગ લાગી હતી. જોકે, અન્ય રિપોર્ટ્સમાં એવી વાત પણ સામે આવી રહી છે કે આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તેના પર કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી કે આગ ક્યા કારણોસર લાગી હતી.

બચાવકર્મીઓનુ કહેવું છે કે શોપિંગ સેન્ટરમાંથી લગભગ 120 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રશિયન મીડિયાના કહેવા પ્રમાણે, ગુમ લોકોમાં મોટાભાગના બાળકો સામેલ છે. મોલના ચોથા માળે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article