રશિયાનાં દાગેસ્તાનમાં ISISનાં હૂમલામાં પાંચ મહિલાઓનાં મોત
BY Connect Gujarat19 Feb 2018 5:06 AM GMT
X
Connect Gujarat19 Feb 2018 5:06 AM GMT
રશિયામાં ચર્ચમાં ISIS દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં પાંચ મહિલાઓના મોત થઈ ગયા છે. રશિયાના દાગેસ્તાનમાં આવેલા એક ચર્ચમાં અજાણ્યા લોકોએ આડેધડ ફાયરિંગ કરતા પાંચ મહિલાઓના જીવ ગયા હતા.
સ્થાનિક મીડિયા અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલો ઈસ્લામિક આતંકી (ISIS) દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોય છે અને આ હુમલો સ્થાનિક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, આરોપીએ શિકાર કરવાની બંદૂકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
Next Story