New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13084640/maxresdefault-144.jpg)
રાજકોટમાં પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. રાજકોટના રાજનગર ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. દારૂના નશામાં રોડ પર ઉતરી આવી નબીરાઓએ દુકાનો બંધ કરાવી રોફ જમાવવાની કોશિશ કરી હતી. તો સાથે જ એક શખ્સે અન્ય શખ્સ ને છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે હમલાવર શખ્સની ઓફિસમાં તપાસ કરતાં દારૂની બોટલો તેમજ મારક હથિયારો મળી આવ્યા છે. હાલ માલવિયાનગર પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
Latest Stories