/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/07212556/2-3.jpg)
રાજકોટ જિલ્લાના ઉપલેટા એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા એક નવેમ્બરથી ૨૫ કિલોની બારદાનમાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવેલી પરંતુ હાલની પરિસ્થિતિમાં ૨૫ કિલોને બદલે ૩૦ કિલોની ભરતી કરવામાં આવતા ખેડૂતોને ઘર અને ખાઈ થઈ રહ્યો છે. કારણકે મગફળી અતિવૃષ્ટિના કારણે વજનમાં હળવી થઈ ગઈ હોય અને સરકાર દ્વારા જે બારદાન મોકલવામાં આવ્યા છે. એ નાની સાઈઝના હોવાથી ૩૦ કિલો મગફળી સમાતી ન હોવાને લઇને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા વાહન ભાડે કરાવી મજૂરો દ્વારા વાહનમાં મગફળી ભરવાના અને ઉતારવાનો પણ મજૂરોને ચાર્જ ચૂકવવો પડતો હોય. તેમજ અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસે મગફળીને સાફ સફાઇ પણ કરવામાં આવી રહી છે જે ખેડૂતોને મજૂરીનો પણ ખર્ચો વધી રહ્યો છે.
ખેડૂતો હાલ મગફળી રિજેક્ટ થતાં પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે જેને લઇને ખેડૂતો માં રોષ વ્યાપી ગયો છે. કારણકે ખેડૂતોને માલ લઈ આવવાનો ભારે ખર્ચ થાય છે અને માલ રિજેક્ટ થાય ત્યારે ફરીથી માલ પરત લઇ જવાનો ખર્ચો પણ માથે પડતો હોય છે. સરકાર જાહેરાત બીજી કરે અને વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે.સરકાર જે જાહેરાત કરે છે એ પ્રમાણે અમલવારી કરવામાં આવતી નથી જેને લઇને ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા આ અંગે યોગ્ય કરી ઘટતું કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મામલતદાર શ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.