રાજકોટ કોંગ્રેસની મુશ્કેલી વધી, કાશ્મીરાબેન નથવાણી ભાજપમાં જોડાયા

રાજકોટ કોંગ્રેસની મુશ્કેલી વધી, કાશ્મીરાબેન નથવાણી ભાજપમાં જોડાયા
New Update

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજકોટની મુલાકાતે હતા. ત્યારે ગુજરાતમાં જનસંઘનો પાયો નાખનાર ચીમનભાઈ શુક્લનાં દીકરી અને શંકરસિંહ વાઘેલાનાં નજીક ગણાતા કાશ્મીરાબેન નથવાણી ભાજપમાં ફરી એક વાર જોડાયા છે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કેસરી ખેસ પહેરાવી કાશ્મીરાબેન નથવાણી ભાજપમાં સ્વાગત કર્યુ હતુ. આ સાથે જ જ્ઞાતિ જાતિનાં સમીકરણ જોઈએ તો વિધાનસભા ક્ષેત્ર 69માં કે જ્યાંથી રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે, ત્યાં 20 હજાર થી વધુ મતો લોહાણા જ્ઞાતિનાં છે.publive-imageકાશ્મીરાબેન નથવાણી રાજકોટ લોહાણા સમાજનાં પ્રમુખ છે. તો સાથો સાથ ઓલ ઈન્ડિયા લોહાણા ફેડરેશનનાં અગ્રીમ સભ્ય પણ છે. આમ જ્ઞાતિ જાતિનાં રાજકારણમાં કાશ્મીરાબેન નથવાણીનાં આવવાથી સીએમ વિજય રૂપાણીની સ્થિતિ ચોકકસ મજબૂત થશે. તો હાલ કાશ્મીરાબેન નથવાણીનાં બંને ભાઈઓ કશ્યપ શુક્લ અને નેહલ શુક્લ ભાજપમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે.

વર્ષ 1998ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા ક્ષેત્ર 69 માંથી ભાજપનાં ઉમેદવાર તરીકે વજુભાઈ વાળા ઉભા રહ્યા હતા. તો તેમની સામે રાજપા માંથી કાશ્મીરાબેન નથવાણી ઉભા રહ્યા હતા. આ સમયે વજુભાઈ વાળાને 43034 મતો મળ્યા હતા. જ્યારે રાજપાનાં ઉમેદવાર કાશ્મીરાબેન નથવાણીને 14316 મતો મળ્યા હતા. આમ વર્ષ 1998ની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વજુભાઈ વાળા 28718 મતોની લિડ થી જીત્યા હતા.

વર્ષ 2002 ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિધાનસભા ક્ષેત્ર 69 માંથી ભાજપનાં ઉમેદવાર તરીકે વજુભાઈ વાળા ઉભા રહ્યા હતા. તો તેમની સામે કોંગ્રેસ માંથી કાશ્મીરાબેન નથવાણી ઉભા રહ્યા હતા.

આ સમયે વજુભાઈ વાળાને 43397 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર કાશ્મીરાબેન નથવાણીને 34882 મતો મળ્યા હતા. આમ વર્ષ 2002ની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વજુભાઈ વાળા8515 મતોની લિડ થી વિજય બન્યા હતા.

#Gujarat Election 2017 #સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article