રાજકોટ કોંગ્રેસે IPS કરણ રાજ વાઘેલા વિરૂધ્ધ મુખ્ય ચૂંટણી કમિશનરને કરી ફરિયાદ

New Update
રાજકોટ કોંગ્રેસે IPS કરણ રાજ વાઘેલા વિરૂધ્ધ મુખ્ય ચૂંટણી કમિશનરને કરી ફરિયાદ

ઈન્દ્રનિલ રાજગુરૂનાં ભાઈ દિવ્યનિલ રાજગુરૂ પર રાજેશ ડાંગર સહિત પાંચ અજાણ્યા શખ્સો દ્વાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈન્દ્રનિલ રાજગુરૂ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં ઘરે રજુઆત કરવા પહોંચ્યો હતા. જ્યાં પોલીસ અને ઈન્દ્રનિલ રાજગુરૂ તેમજ તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામ્યુ હતુ.

જે અંતર્ગત પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. તો સાથો સાથ પોલીસે ચાર જેટલા શખ્સની ધરપકડ પણ કરી હતી. જેમાં ઈન્દ્રનિલ રાજગુરૂ, મિતુલ દોંગા, ભાવેશ બોરીચા તેમજ મહેશ રાજપુતનો સમાવેશ થાય છે, તેમજ રાજીવ સતાવજીની પણ અટકાયત કરવામાં આવી હતી.

આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપુત દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી એ.કે જયોતિને ફરિયાદ કરવામાં આવી છે. જેમાં IPS કરણ રાજ વાઘેલા દ્વારા કોંગ્રેસનાં અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તન, તેમજ તેમના પર લાઠી ચાર્જ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને સ્થળ પર હાજર કરણ રાજ વાઘેલા તેમજ પોલીસ ઇન્સ્પેકટર સબ ઈન્સપેકટર સહિતના અધિકારીઓ પોતે ભાજપનાં ના કાર્યકર્તા હોય તે રીતે તેમની સાથે વર્તન કર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Latest Stories