રાજકોટ ખાતે કોફી વિથ કલેકટર પ્રોગ્રામનું આયોજન કરવામા આવ્યુ

રાજકોટ ખાતે કોફી વિથ કલેકટર પ્રોગ્રામનું આયોજન કરવામા આવ્યુ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનને આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈલેકશન કમિશન દ્વારા વધુ ને વધુ મતદાન થાય તે માટેનાં અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા કોફી વિથ કલેકટર નામનાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત શતાયુ મતદારોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમજ સિનીયર સીટીઝન મતદારોને જો કોઈ પણ પ્રકારની મતદાનને લઈ જે પણ માહિતીની આવશ્યકતા હોય તે આપવામાં આવી હતી.

આ તકે દેશનાં સૌથી વૃધ્ધ મતદાર અજીબેન ચંદ્રાવાડીયા કે જેઓની ઉમંર 126 વર્ષનાં છે, તેઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજર રહ્યા હતા. અજીબેન ચંદ્રાવાડીયાના પુત્રએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આઝાદ ભારતનાં પહેલા ઈલેકશન થી લઈ આજ દિવસ સુધી તેમના માતા દરેક ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article