રાજકોટ ગણપતિ વિસર્જનમાં નશાખોર યુવકોને યુવતીઓએ ચખાડયો મેથીપાક

New Update
રાજકોટ ગણપતિ વિસર્જનમાં નશાખોર યુવકોને યુવતીઓએ ચખાડયો મેથીપાક

રાજકોટમાં ગણપતિ વિસર્જન દરમિયાન નશાખોર યુવકોએ યુવતીઓની મશ્કરી કરવી ભારે પડી હતી, અને યુવતીઓએ આ લુખ્ખા તત્ત્વોને મેથીપાક ચખાડયો હતો.

રાજકોટનાં ત્રિકોણ બાગ ખાતે ગણપતિ વિસર્જનમાં બબાલ જોવા મળી હતી. ચાર જેટલા નશાખોર યુવકોએ ચાલુ ટ્રકે યુવતીઓ સાથે હાથ ચાલાકી કરતા યુવતીઓએ યુવકોની સામે પ્રતિકાર કરીને નશાખોર યુવકોને મેથીપાક ચખાડયો હતો.

જ્યારે ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસે પણ ટ્રકમાં યુવકોની ધુલાઈ કરી નાખી હતી. અને ચાર જેટલા શખ્સોની અટકાયત કરી હતી.

Latest Stories