રાજકોટ: ગોંડલ ડમીકાંડ કૌભાંડ મામલે ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયા કરાયા ૪ વર્ષ માટે સસ્પેન્ડ, પરીક્ષા કેન્દ્ર કરાયું રદ્દ

New Update
રાજકોટ: ગોંડલ ડમીકાંડ કૌભાંડ મામલે ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયા કરાયા ૪ વર્ષ માટે સસ્પેન્ડ, પરીક્ષા કેન્દ્ર કરાયું રદ્દ

રાજકોટના બહુ ગાજેલા ડમીકાંડ કૌભાંડ મામલે આજે નિર્ણાયક પગલા લેવાયા હતા જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને ૪ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ગોંડલમાં MBનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. ઉત્તરવહીમાં સહી અલગ હોવાનું સામે આવતા અલ્પેશ સામે પગલા લેવાયા છે.

ગોંડલ  શહેરના ચકચારી

ડમીકાંડ મામલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિસ્ત સમિતિની બેઠક મળી હતી. આ

બેઠકમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયા પર ૪ વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ

મુકવામાં આવ્યો છે. જો કે કોલેજ દ્વારા યુનિવર્સિટીને પુરી માહિતી આપવામાં આવી ન

હોવાનો પણ ખુલાસો થયો છે. પરંતુ સહી અલગ આવતા અલગ(ડમી)વિદ્યાર્થી હોવાની વાત

સ્પષ્ટ થઈ ગઈ હતી. તેની સાથે સાથે એમબી આર્ટ્સ કોલેજનું પરીક્ષા કેન્દ્ર જ રદ્દ

કરી દેવામાં આવ્યું છે.

પહેલા આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતા ડમીકાંડ અને માસ

કોપીકેસનો મામલો સામે આવ્યો હતો. અલ્પેશની જગ્યાએ બીજા વિદ્યાર્થીએ પરીક્ષા આપી

હતી જે CCTV માં ઝડપાઈ ગયો હતો. તેમજ 3૪ ઉત્તરવહીમાં સેમ ટુ સેમ લખાણ જણાતા

સમગ્ર માસ કોપી કૌભાંડ કેસ અને ડમીકાંડ સામે આવ્યું હતું

Latest Stories