રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અપનાવાશે અત્યાધુનિક પધ્ધતિ

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અપનાવાશે અત્યાધુનિક પધ્ધતિ
New Update

રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અર્થે એક રણનિતી ઘડવામાં આવી છે. જેના ભાગ રૂપે પેરામોટરસાઈઝડ વ્હિકલ દ્વારા પત્રીકાઓની વહેંચણી કરવામાં આવશે.

આ ઉપરાંત મતદારો પાસે 5 લાખ જેટલા સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવશે. તેમજ 1000 જેટલા સિલેકટેડ લોકેશન પર મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવશે. અને EVM અને VVPAT અંગે માહિતી આપવામાં આવશે.

તારીખ 1 થી 15 વચ્ચે કોલેજોમાં વિદ્યાર્થીઓને મતદાન અંગે જાૃગત કરવામાં આવશે. તો જે મતદારોનાં બુથ બદલાયેલા છે.તેવા 1.13 લાખ વોટરોને બિએલઓ દ્વારા નવા મતદાન મથક અંગે માહિતગાર કરવામાં આવશે. તેમજ આ વખતે એબલ્ડ ઈલેકશન થીમ અંતર્ગત જે વિકલાંગો છે, તેઓ મહત્મ મતદાન કરે તે માટે તેમને બુથ પર લાવવામાં આવશે. અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લામાં 5600 જેટલા વિકલાંગો નોંધાયા છે. જેમને ફિઝીકલ સ્પોર્ટની જરૂરીયાત હોય તેવા વ્યક્તિઓ સામે આવ્યા છે. તો જે અંધ મતદારો છે તેમને બ્રેઈન લિપીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article