રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પેરા ગ્લાઈડિંગ થકી મતદાન જાગૃતિ માટેનો નવતર પ્રયોગ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પેરા ગ્લાઈડિંગ થકી મતદાન જાગૃતિ માટેનો  નવતર પ્રયોગ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા ચલાવવામાં આવતી સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટ્રોલ પાર્ટીશિપેશન (સ્વીપ) અંતર્ગત એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે મહત્તમ મતદાન થાય તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થયુ હોય એવા વિસ્તારોમાં પેરા ગ્લાઇડિંગ થકી મતદારોને જાગૃત કરવામાં આવશે.

રાજકોટનાં રેસકોર્સનાં મેદાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ પેરા ગ્લાઇડિંગ કરી પીકેટિંગ કર્યું હતુ. હાલ પેરા ગ્લાઇડર્સની એક ટીમ રાજકોટમાં છે. આ ટીમ દ્વારા મતદાન જાગૃતિનું મહાકાર્ય હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આગામી એક માસ સુધી તબક્કાવાર પેરા ગ્લાઇડરનું શિડ્યુઅલ ઘડી કાઢવામાં આવશે અને તે પ્રમાણે જેતે વિસ્તારોમાં મતદાર જાગૃતિનાં કાર્યક્રમ અને પીકેટિંગ કરવામાં આવશે. આ માટે પેમ્ફલેટ છાપવામાં આવ્યા છે. જેમાં મતદાન કરવાની અપીલ ઉપરાંત વીવીપેટ દ્વારા કેવી રીતે મતદાન કરવું ? તેની સાદી તથા સરળ સમજૂતી આપવામાં આવી છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article